Monday, August 20, 2012
Saturday, August 18, 2012
મૌન બલોલી
ગઝલ
પ્રત્યેક માનવીની જેમ હું ચિક્કાર છું,
છું માનવી ને માનવીની બહાર છું.
એ ભીંતના ટેકે જીવે છે બાપડું,
સરિયામમાં કહેતું ફરે છે દ્વાર છું.
જેનો ઝરૂખો શહેરમાં ચર્ચાય છે,
એની તળે ઢંકાયેલો આધાર છું.
પણ આંગળીની ખડકીઓ ખોલી જુઓ,
ગમતા લયોનો હું ય એક વિસ્તાર છું.
સૂરજ-કથાથી કાન ફૂંકાતા રહ્યા,
ને ત્યારથી તે આજ લગ અંધાર છું.
છું ખૂશ્બુને હત્યાનો પૂરાવો છતાં
ચર્ચાઉં છું કે ડાળખી પર ભાર છું.
પણ કૈંક અવતરતું હશે મારા વિષે
હું પણ નગરમાં ફરતું કારાગાર છું.
ખામોશ પામ્યો અન્યથી બસ એટલું,
કે હું જ મારો એકલો અવતાર છું.
ગોફણ
હિંસાના પરપોટા
પાણીમાં હવા કેદ છેત્યાં લાગી તો થવાના જ.
ખૂન ગમે તે રોડ પર થાય
કે ગમે તે શેરીમાં થાય
પણ રણભૂમિ પર કડી જ થતું નથી!
એટલેસ્તો મારાં જવાંમર્દ માબાપે
રામ અને કૃષ્ણ જેવાને ખીલે ઠોકી
ઘરની ભીંતો શણગારી છે.
વૃદ્ધ ખીસામાં દેશી પરચૂરણ
ખખડાવતાં ખખડાવતાં એમણે
ડાબા હાથમાં ચાબૂતારાનો પ્લાન આપ્યો છે
ને જમણા હાથમાં ગોફણ
એ સાવ સાચી વાત છે,
પણ રામ કે કૃષ્ણ કેવળ અફવા લાગે છે
ને વાલ્મિકી અને વ્યાસ
ગાંડાની ઈસ્પિતાલમાંથી છટકેલા કેદી !
મરતાં ને મેર કહેતાં કહેતાં
મારા રૂંવે રૂંવે
ફોરી ઉઠતાં ચંદનવન લોકવાયકા હશે,
નહીતર ચોર્યાશી લાખ સ્ટેશન ફર્યો
તો પણ હું માટીપગો
માણસ નામના શહેરમાં
વારસામાં મળેલી એ ગોફણ
હજી ય વીંઝ્યા કરું છું...
હજી ય વીંઝ્યા કરું છું...
Thursday, August 16, 2012
અનિલ જોશી
કીડીએ
ખોંખારો ખાધો
ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને
નથીને કાંઇ વાંધો?
માખીએ મધપૂડા છોડી દીધા ને હજી આંખ આડા કાન કરે સંત
?
લીમડા
ઉપરથી ઊતરતી કીડીનો ગુંદરના ટીપામાં અંત?
ખરી જતા પાંદડાંને ફરી પાછા ડાળીએ ગુંદરથી જાવ હવે
સાંધો.
ક્રાઉં, ક્રાંઉં...
આંબાની ડાળીએ લીંબોળી ઝૂલતી ને લીમડાની ડાળીએ કેરી?
તરસી કીડીને માથે ગાગર ઢોળાય છતાં પંડિતની આંખ હજી
બ્હેરી?
કીડીના પડછાયે જંગલ ઢંકાઈ ગયું જાવ હવે તડકાને
બાંધો!
ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને
નથીને કાંઇ વાંધો?
Wednesday, August 15, 2012
બિપિન મેશિયા
અંતરાળ
આપણી વચાળ અંતરાળ !
સોય અંગઅંગમાં પ્રસારતી રહંત ઝેર ,
વેર-વમળમાં બહેક્તા રહંત કૈંક કેર,
પ્રાણહીન થાય ઊર્ધ્વમૂલ તરુવરો અકાળ.
ડાળથી ખરંત અંધકાર-ખેપટો કરાળ.
ચાલવું પથે ઉદગ્ર હાથમાં ગ્રહી મશાલ.
કોણ આ બિછાવતું સુરંગ-જાળ? શી મજાલ?
રક્તની ધ્વજા હલાવતી હવે જ્વલંત ઝાળ ,
અંતરાળને તળે ઉપર કરી રહે વરાળ?
આપણી વચાળ અંતરાળ !
આપણી વચાળ અંતરાળ !
સોય અંગઅંગમાં પ્રસારતી રહંત ઝેર ,
વેર-વમળમાં બહેક્તા રહંત કૈંક કેર,
પ્રાણહીન થાય ઊર્ધ્વમૂલ તરુવરો અકાળ.
ડાળથી ખરંત અંધકાર-ખેપટો કરાળ.
ચાલવું પથે ઉદગ્ર હાથમાં ગ્રહી મશાલ.
કોણ આ બિછાવતું સુરંગ-જાળ? શી મજાલ?
રક્તની ધ્વજા હલાવતી હવે જ્વલંત ઝાળ ,
અંતરાળને તળે ઉપર કરી રહે વરાળ?
આપણી વચાળ અંતરાળ !
ભરત મહેતા
સારે જહાં સે અચ્છા
જાણે
શો નશો કર્યો હશે કે
૧૫ મી ઓગસ્ટે
આકાશે છોડેલાં
મૂક્તિદૂત શાં
કબૂતરો
માંહેમાંહે ધર્મયુદ્ધે ચડ્યાં છે.
ણે-
ટપકે છે રક્તબિંદુઓ
ટપ...ટપ..ટપ..
વારે વારેતહેવારે
ને-
છાશવારે
નીચે લાગેલી લાંબી નેતાકતારે
ગણાવી લીધી છે ગુલાલવર્ષા
ને-
શરૂ કર્યું છે રાગડા તાણીતાણીને
સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા!
Thursday, August 9, 2012
ઉશનસ
રામની વાડીએ
રામની ભોંયમાં
રામની ખેતરવાડીએ જી
આપના નામની અલગ
છાપ ન પાડીએ જી .
જગને કોક ચબૂતરે
વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો
તું તો ઝીણી પ્રપંચની જાળ,
ધર્માદા ચણથી
પંખી ન ઉડાડી એ જી. રામની.
રામની વાડી ગામ
આખાની , હોય ન એને વાડ,
બાંધ જો તારું ચાલતું
હોય તો આભને આડી આડ;
વાડ કરી આ
ક્ષિતિજ ના વણસાડી એ જી. રામની..
રામની વાડી
ભોગવવી ભાઈ , હકનાં પાઈ નીર ,
સૌને વ્હેંચી
ચાખવી આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં
ભાણા માંડીએ જી.રામની .
સૌમ્ય જોશી
ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ
આ સ્યોરી કે’વા આ’યો સુ ને
ઘાબાજરિયું લા’યો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
અવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય ને સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી, સાચ્ચેન.
અવે પેલાએ ખીલ્લા ઘોંચ્યા એ ખોટું કર્યું, હું યે માનું સું,
પણ એને ઓસી ખબર અતી કે તું ભગવાન થવાનો સ!
અને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો.
એનું તો ડોબું ખોવાઈ ગ્યું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલ્લા.
વાંક એનો ખરો,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
અવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ !
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછીયે તને ઈમ થ્યું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂસવા,
ઉં ખાલી એટલું કઉ’સું.
કે વાંક બેનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સે તારા આરસના,
એક પાઠ નહિં ઓય તો કંઈ ખાટુંમોરું નઈં થાય,
ને તો ય તને એવુ હોય તો પાઠ ના કઢાઈ, બસ !
ખાલી એક લીટી ઉમરાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ ગ્યો સે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો સે!
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
અવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય ને સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી, સાચ્ચેન.
અવે પેલાએ ખીલ્લા ઘોંચ્યા એ ખોટું કર્યું, હું યે માનું સું,
પણ એને ઓસી ખબર અતી કે તું ભગવાન થવાનો સ!
અને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો.
એનું તો ડોબું ખોવાઈ ગ્યું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલ્લા.
વાંક એનો ખરો,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
અવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ !
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછીયે તને ઈમ થ્યું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂસવા,
ઉં ખાલી એટલું કઉ’સું.
કે વાંક બેનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સે તારા આરસના,
એક પાઠ નહિં ઓય તો કંઈ ખાટુંમોરું નઈં થાય,
ને તો ય તને એવુ હોય તો પાઠ ના કઢાઈ, બસ !
ખાલી એક લીટી ઉમરાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ ગ્યો સે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો સે!
('ગ્રીન રૂમમાં' માંથી )
કરસનદાસ માણેક
મને એ જ સમજાતું નથી !
મને એ જ
સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.
ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.
ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.
કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.
છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.
ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.
ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.
કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.
છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.
Subscribe to:
Posts (Atom)